ઝઘડિયા જીઆઈડીસીની બંધ પડેલ કંપનીમાં લોખંડની પ્લેટો ચોરી કરી લઈ જતો એક ઝડપાયો એક ફરાર.

 • ઝઘડિયા જીઆઈડીસીની બંધ પડેલ કંપનીમાં લોખંડની પ્લેટો ચોરી કરી લઈ જતો એક ઝડપાયો એક ફરાર.

  • 18-02-2020
  • 218 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)

  ઝઘડિયા પોલીસના નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન ચોરી થતી હોવાનું જણાયું હતું.

  ઝઘડિયા જીઆઈડીસીમાં બંધ પડેલ રેવા પ્રોટીન કંપનીમાંથી લોખંડની પ્લેટો ચોરી કરી લઈ જતા બે ચોરો પૈકી એક પોલીસના હાથે ઝડપાય ગયો છે. પોલીસે ઝડપાયેલ ચોર પાસે થી લોખંડની ત્રણ પ્લેટ જેનું વજન આશરે ૪૦૦ કિલો અને કિંમત રૂપિયા ૮૦૦૦ કબ્જે લીધી છે.પોલીસે ફરાર થઈ ગયેલ ચોરને પકડવાની કવાયત હાથધરી છે.

  ઝઘડિયા જીઆઈડીસીમાં એક પછી એક રોજિંદી લોખંડ, કોપર વિગેરે ધાતુઓની ચોરીની ઘટનાઓ બની રહી છે. પોલીસ પણ ચોર પકડાય તેને જામીનની કાર્યવાહી કરી મુક્ત કરે છે.પરંતુ ચોરીના મૂળ સુધી કદી પહોંચવાની કોશિશ કરતી નથી જેથી મુખ્ય સુત્રધારો આઝાદ ફરી રહ્યા છે.જેના પગલે જીઆઈડીસીમાં નાની મોટી ચોરી રોજિંદી બને છે. ગતરોજ રાત્રીના સમયે ઝઘડિયા પોલીસ જીઆઈડીસીમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી.ત્યારે રેવા પ્રોટીન કંપની પાસે થી પસાર થતી વેળા બે ઈસમો લોખંડની ચોરી કરી બહાર નીકળતા જણાય હતા. પોલીસે તેમને પકડવાની કોશિશ કરતા એક ઈસમ ફરાર થઇ ગયો હતો જયારે ક્રિશ મોહન રાવત નામનો ઈસમ પોલીસના હાથે ઝડપાય ગયો હતો.પોલીસે તેની પાસેથી લોખંડની ત્રણ પ્લેટ કબ્જે કરી હતી જેનું વજન આશરે ૪૦૦ કિલો અને રૂપિયા ૮૦૦૦ ની કિંમત હતી.પ્રાથમિક તપાસમાં ફરાર થઇ ગયેલ ઈસમ ધર્મેન્દ્ર ભરતી હોવાનું તેને કબુલ્યું હતું. ઝઘડિયા પોલીસે ચોરી કરતા (૧) ક્રિશ મોહન રામસેવક રાવત હાલ રહે કિમ ચોકડી, મૂળ રહે મહારાજગંજ ઉત્તરપ્રદેશ (૨) ધર્મેન્દ્ર ભારતી (ફરાર) હાલ રહે કિમ ચોકડી સુરત વિરૃદ્ધ ગુનો નોંધી ફરાર ધર્મેન્દ્ર ભારતી ની શોધખોળ હાથધરી છે.