ગરૂડેશ્વરના ચિચડીયા ગામે જુગારના અડ્ડા પર રેડ : ૧૦,૭૨૦ રોકડા અને ૫ મોબાઈલ મળી ૨૪,૨૨૦ નો મુદ્દામાલ સાથે ચાર જુગારીઓની ધરપકડ.

Published on BNI NEWS 2020-02-12 13:31:25

  • 12-02-2020
  • 340 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ચીચડીયા  ગામે કબીર મંદિરની પાછળના ભાગે ખેતરના શેઢા પાસે આવેલ વાડની ઓથામાં રમતા જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરતા દોડધામ મચી જવા પામી છે જેમાં રૂ.૧૦,૭૨૦ રોકડા તથા ૫ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨૪,૨૨૦ નો મુદ્દામાલ ઝડપી પાડી ચાર જુગારીઓને પોલીસે ધરપકડ કરી છે. 

  જેમાં ફરિયાદી હેડ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર રમણભાઈએ આરોપી અંબાલાલ હીરભાઈ તડવી, નરેશભાઈ ગણપતભાઈ તડવી,નિતેશભાઈ ગોરધનભાઈ તડવી,ત્રણેય (રહે,ચીચડીયા),  અનિલભાઈ રઘુભાઈ તડવી (રહે,ઉન્ડવા),  કમલેશભાઈ મહેશભાઈ ભીલ (રહે,ગૂંણેથા) સામે ફરિયાદ દાખલ કરી છે. 

  ફરિયાદની વિગત મુજબ ચીચડીયા ગામે આવેલ કબીર મંદિરની પાછળના ભાગે ખેતરના શેઢાની પાસે આવેલ વાડની ઓથમાં જાહેરમાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા હોય પોલીસ રેડ કરી હતી. જેમાં અંગજડતીના રૂ.૯,૨૦૦ તથા દાવ ઉપરના ૧,૫૨૦ મળી કુલ રૂ.૧૦,૭૨૦ તથા પત્તાપાના, મોબાઈલ નંગ ૫ જેની કુલ કિંમત ૧૩,૫૦૦ મળી કુલ રૂ.૨૪,૨૨૦ નો મુદ્દામાલ સાથે ચારેય ઈસમોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.