દેડિયાપાડા ખાતે નર્મદા નગર તથા અંબાલાલ પાર્ક માં બે ઘરોના તાળાં તોડી તસ્કરોએ મચાવ્યો તરખાટ.

Published on BNI NEWS 2020-02-08 18:42:58

  • 08-02-2020
  • 417 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  ૨૦૨૦ ના વર્ષની નર્મદા જિલ્લામાં સૌથી મોટી ચોરી. 

  રોકડા રૂ.૫૦૦૦૦ મળી કુલ ૧૭૭૦૦૦ના સોના-ચાંદીના દાગીના અને મોટી ચોરી કરી તસ્કરોએ હાથ સાફ કર્યો.

  પોલીસે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની લીધી મદદ : વધતી જતી ઠંડીનો લાભ ઉઠાવતા તસ્કરો.

  દેડિયાપાડા ખાતે નર્મદા નગર તથા અંબાલાલ પાર્ક માં બે ઘરોના તાળાં તોડી તિજોરીમાંથી રોકડા રકમ અને લાખો ના ચાંદી ના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરોએ મચાવ્યો છે જેમાં

   રોકડા રૂ.૫૦૦૦૦ મળી કુલ ૧૭૭૦૦૦ ના સોના-ચાંદીના દાગીના અને મોટી ચોરી કરી તસ્કરોએ પલાયન થઈ જતાં દેડીયાપાડા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે.૨૦૨૦ની નર્મદા જિલ્લાની સૌથી મોટી ચોરી તરીકે પોલીસે ચોપડેનું ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે ડોગસ્કવોર્ડ અને એફએસએલ ને બોલાવી ચોરીનું પગેરું મેળવવા ના ચક્રો ગતિમાન કર્યા છે.

  આ બાબતે દેડિયાપાડા પોલીસ મથકે દેડીયાપાડા ગામના નર્મદાનગર તથા અંબાલાલ પાર્ક ખાતે ફરિયાદી મનોજભાઈ ધનજીભાઈ વસાવા (રહે, નસવાડી જકાતનાકા તા.નસવાડી જી.છોટાઉદેપુર મૂડ રહે, કુકરદા મોટા ફળિયા) ચોરીની ફરિયાદ દાખલ કરી છે.

  બનાવની વિગત મુજબ અજાણ્યા ચોર ઇસમે રાત્રિના સમયગાળા દરમિયાન ફરિયાદી મનોજભાઈ ધનજીભાઈ વસાવાના દરવાજાનું તાળું તોડી ઘરમાં મુકેલ તિજોરી તોડી લોકરમાં રાખેલ સોનાનું મંગળસૂત્ર આશરે ૨ તોલા નું નંગ- ૧ કિ.રૂ ૪૦૦૦૦ સોનાના ઝૂમર જોડે ૧ આશરે ૫ ગ્રામ કિ.રૂ.૧૦૦૦૦ , સોનાની વિટી નંગ ૫ તમામ આશરે એક એક ગ્રામની કિં. રૂ.૧૦૦૦ સોનાની બુટ્ટીઓ ૨ જોડ આશરે ૪ ગ્રામ આશરે કિં. રૂ. ૮૦૦૦  સોનાની ચેઈન આશરે ૧ તોલા વજન વાડી કિં. રૂ.૨૪૦૦૦ તથા ચાંદીના ઝાંઝરી નંગ ૧ જોડ ૧૦૦ કિ.રૂ.૩૦૦૦ ચાંદીના સાંકડા જોડે એક આશરે ૧૦૦ ગ્રામ વજન કી.રૂ.૪૦૦૦ ચાંદીના કેળ જુડા જોડ 2 આશરે સો સો ગ્રામ કિ.રૂ.૬૦૦૦ તથા રૂપિયા ૧૦૦ ના દરની ચલણી નોટો નંગ ૨૦ કુલ રોકડા ૨૦૦૦ મળી કુલ ૧૦૭૦૦૦ ના મુદ્દામાલની ચોરી ની ફરિયાદ નોંધાવી છે.

  જ્યારે કોમલભાઈ મગનભાઈ જાગણી (પટેલ) (રહે, દેડીયાપાડા અંબાપાર્ક) ના ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં મુકેલ તિજોરી તોડી લોકર માં મુકેલ સોનાની ચેન આશરે ૧ તોલા વજનવાળી કિંમત રૂપિયા ૨૦૦૦૦ તથા રોકડા રૂ.૫૦૦૦૦ મળી કુલ ૧૭૭૦૦૦ મુદ્દામાલની ચોરી કરી નાશી જતા દેડિયાપાડા પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.