ધાનેરાના રહેણાંક ઘર માંથી ગેરકાયદેસર રાખેલ પોસડોડા ૧૦૧.૫૧૦ કીલોનો જંગી જથ્થાનો મુદ્દામાલ કબ્જે કરતી એસ.ઓ.જી બનાસકાંઠા.

  • ધાનેરાના રહેણાંક ઘર માંથી ગેરકાયદેસર રાખેલ પોસડોડા ૧૦૧.૫૧૦ કીલોનો જંગી જથ્થાનો મુદ્દામાલ કબ્જે કરતી એસ.ઓ.જી બનાસકાંઠા.

    • 06-02-2020
    • 417 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)               

    પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ,  કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ બનાસકાંઠા પાલનપુર નાઓ એ આપેલ સુચના અન્વયે પો.ઈન્સ જે.બી.ચૌધરી થરાદ પો.સ્ટે તથા  I/C પોલીસ ઈન્સ્પેક્ટર કે.કે.પાટડીયા એસ.ઓ.જી. પાલનપુર નાઓના માર્ગદર્શન આધારે  એસ.ઓ.જી.ટીમના માણસો ધાનેરા પો.સ્ટે. વિસ્તારમાં એસ.ઓ.જી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ.કો. ગીરીશભારથી ગલબાભારથી નાઓ ને મળેલ બાતમી હકીકત આધારે (૧) અશોકભાઈ દેવીદાસ સાધુ તથા (૨) બબાભાઈ વાહતાભાઈ દેસાઈ બન્ને રહે.સનવાલ તા.વાવ વાળાઓના રહેણાંક ઘરમાં ગેરકાયદેસર રીતે રાખેલ પોસડોડા ૧૦૧.૫૧૦ કીલો ગ્રામ કિંમત રૂ.૩,૦૪,૫૩૦ નો એમ કુલ મુદ્દામાલ ૩,૧૬,૫૮૫ ના મુદ્દામાલ સાથે  સદરહુ બંને ઈસમો વિરુદ્ધ NDPS એકટ કલમ૧૫(સી),૨૯ મુજબ ધાનેરા પો.સ્ટે.ગુનો રજીસ્ટર કરાવેલ છે.