ભરૂચના નબીપુર ખાતે આધેડની હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા : આરોપીઓની ઘરપકડ.

Published on BNI NEWS 2020-02-05 13:12:44

    • 05-02-2020
    • 10486 Views

    નબીપુર માં આધેડ ને ઘરે બોલાવી વાયર વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાંખવા સુધી ની ઘટના સીસીટીવી ફૂટેજ માં કેદ થવા છતાં પોલીસે માત્ર આધેડ ગુમ થયો હોવાની ફરિયાદ લીધા બાદ સમગ્ર ઘટના મીડિયા એ ખુલ્લી પાડતા મોડે મોડે પણ પોલીસે બે મહિલા સહીત છ સામે હત્યા નો ગુનો દાખલ કરી ધરપકડ કરી અને હત્યારાઓ ને મીડિયા સમક્ષ ન બતાવતા પોલીસ ની શંકાસ્પદ કામગીરી સામે નબીપુર વાસીઓ માં આક્રોશ ફાટી નીકળ્યો છે.
    બનાવની મળતી માહિતી અનુસાર નબીપુર ગામે રહેતા મહંમદ ઉમરજી ચેતન (ઉ.વ.૮૦) ના હોય નબીપુર ગામના જ ભાડાના મકાનમાં વસવાટ કરતી સુફિયાનાબેન અઝીઝ અબ્દુલ પટેલ તથા સુમૈયા દાઉદ બાબુભાઈ પટેલ ના હોય રૂપિયા દોઢ લાખ ઉછીના પેટે આપેલ હોય અને નાણાં પરત ન કરવા પડે તે હેતુસર ગત ગુરૃવારના રોજ સુમૈયા તથા સુફિયા એ ભેગા મળી નબીપુર ગામના જીનમાં રહેતા મહેબુબ ઈબ્રાહીમ દિવાન સાથે મળી પૂર્વ આયોજિત ષડ્યંત્ર ના ભાગરૂપે સુફીયાએ નાણા પરત આપવાની લાલચ આપી આધેડ મોહમ્મદ ઉમરજી ચેતનને સુમૈયા ના ઘરે બોલાવી આધેડ મહંમદ ભાઈને વાતોમાં પટાવી-ફોસલાવી સુફિયાએ તેમનો લેંઘો ખેંચી નાખી મહેબૂબ ઈબ્રાહિમ દિવાન ઉર્ફે રીક્ષાવાળાએ મહમ્મદ ચેતનનુ ગળું દબાવી દઈ વાયર વળી ગળે ટૂંપો દઈ કરપીણ હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતુ.
    ઉલ્લેખનીય છે કે હત્યાના માસ્ટરમાઈન્ડ સુફિયા તથા સુમૈયાએ હત્યા બાદ રસીદ ઉમરજી પટેલ અઝીઝ અબ્દુલ પટેલ હુસેન અબ્દુલા ઉમરજી શેરી નાઓ સાથે મળી મૃતક મહંમદ ચેતના મૃતદેહને ઈન્ડીકા કારમાં લઈ જઈ વરણામાં ઇંટોલા નજીક વિશ્વામિત્રી નદીની ખાડીમાં ફેંકી ત્યાર બાદ મૃતકના કપડા અને ચંપલ સહિત ચીજવસ્તુઓ કાલે નજીક હાઈવે ઉપર ત્યજી તમામે એકબીજાની મદદ ગાડીમાં ગુનો આચર્યા અંગે ની નબીપુર પોલીસે મૃતકના પુત્ર મકબુલ મહંમદ ચેતનની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી.
    અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સમગ્ર હત્યા પ્રકરણ માં ફરિયાદી પુત્રએ પોલીસ ને પોતાના આધેડ પિતા ગુમ થયાના દિવસ થી જ રૂપિયા લેવા મહિલા આરોપીના ઘરે ગયા હોવાનું જણાવ્યું હોવા છતાં પોલીસે માત્ર આધેડ મહંમદ ઉમરજી ચેતન ગુમ થયા હોવાની ફરિયાદ લઈ પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હતી.પરંતુ સમગ્ર ઘટના મીડિયા એ ખુલ્લી પડતા પોલીસે મીડિયા ના અહેવાલ ના ગણતરી ના કલાકો માં જ આરોપીઓ સામે હત્યા નો ગુનો દાખલ કર્યો હતો.ત્યારે જે ઘર માં હત્યા ની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ માં તારીખ ૩૦-૦૧-૨૦૨૦ ને બપોર ના ૩:૩૯ નો સમય પણ કેદ થયો છે.જો કે સમગ્ર ઘટના માં પોલીસે મૃતદેહ શોધાવવા માટે જે ખાડી માં મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો.તે ખાડી માં એનડીઆરએફ ની અને ફાયર ની ટીમ ને શોધખોળ માટે ઉતારવામાં આવી હતી.પરંતુ મૃતદેહ મળ્યો ન હતો.પોલીસે મૃતદેહ ન મળતા ફરિયાદ પણ દાખલ કરી ન હતી.પરંતુ સમગ્ર પુરાવા ના આધારે જે તે સમયે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવાની હોય છે.પરંતુ પોલીસ સમગ્ર ઘટના માં શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાના આક્ષેપો નબીપુર ના ગ્રામજનો કરી રહ્યા છે.
    આધેડ ની હત્યા કરનારના આરોપીઓ...
    (૧) સુફિયાબેન અજિત ઉર્ફે અઝીઝ અબ્દુલ વોરા પટેલ (ધરપકડ)
    (૨) સુમૈયાબેન દાઉદભાઈ બાબુભાઈ પટેલ (ધરપકડ)
    (૩) રસીદભાઈ ઉમરજીભાઈ વલીભાઈ પટેલ (ધરપકડ)
    (૪) અજિત ઉર્ફે અઝીઝ અબ્દુલ વોરા પટેલ (ધરપકડ)
    (૫) મહેબુબ ઈબ્રાહીમ દિવાન (રીક્ષાવાળો) (ફરાર) 
    (૬) હુસેન અબ્દુલ્લા ઉમરજી શેરી (ફરાર)