- 20-11-2022
- 452 Views
પીએસઆઈ હોવાનો રોફ મારી ભરૂચમાં રૂપિયાની ઉઘરાણી કરનારા છોટાઉદેપુરના બે ઝડપાયા.
Published on BNI NEWS 2022-11-20 22:06:02
- બી ડિવિઝન પોલીસ મથકનો પીએસઆઈ છું મારી છોકરી બિમાર છે પૈસા આપો : બે જણ પાસેથી તોડ કરતાં ઝડપાયો.
- ફોર વ્હીલર ગાડીમાં આવી રહેણાંક વિસ્તારોમાં પીએસઆઈના નામે તોડ કરનારા બે ઝડપાયા
ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈની ઓળખ આપી ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેરી રહેણાંક વિસ્તારોમાં દીકરી બિમાર છે તેમ કહી લોકો પાસેથી રૂપિયા ખંખેરનાર નકલી પીએસઆઈ અને કાર ચાલકની ધરપકડ કરી તેણે કેટલા ગુના આચાર્યા છે તે ભેદ ઉકેલવા માટે રિમાન્ડની તજવીજ આરંભી છે.
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસારની ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મનુબર રોડ ઉપરની નગર સોસાયટીમાં રહેતા ઈમરાનભાઈ મોહમ્મદભાઈ શેખે ફરિયાદ નોંધાવી છે.જેમાં આક્ષેપ કર્યા છે કે અમો ફરિયાદીને પોલીસે ફોન કરી પોલીસ મથકે બોલાવ્યા હતા અને મુનીર ચાંદ સૈયદ રહે.શકુન બંગ્લોઝ મુનશી સ્કૂલની બાજુમાં દહેગામ અને તેની સાથે રહેલા અન્ય એક ઈસમે ૬ મહિના પહેલા રૂપિયા ૫૦૦૦ હું પીએસઆઈ છું તેમ કહી પડાવી લીધા હોવાની ઓળખ થઈ હતી અને આ વિસ્તારમાં ભરૂચ જંબુસર બાયપાસ વિસ્તારમાં આવતા અન્ય એક વિસ્તારમાં મુનીરભાઈ પાસેથી પણ ૭૫૦૦ પડાવ્યા હતા અને પીએસઆઈની ઓળખ આપી તેઓ વિવિધ વિસ્તારોમાં રૂપિયાનો તોડ કરતા હોવાની કેફિયત રજૂ કરી હતી.જેના પગલે પોલીસે ઝડપાયેલા નૂર મોહમ્મદ ફતેમોહમદ મલેક રહે.જેતપુર છોટાઉદેપુર તથા સિરાજ અબ્દુલ રહેમાન શેખ રહે.મસ્જિદ ફળિયુ તેજગઢ છોટાઉદેપુરનાઓ સામે બોગસ પોલીસ બની રૂપિયા તોડવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સાથે જ વિવિધ વિસ્તારોમાં પીએસઆઈની ઓળખ આપી રૂપિયા તોડવા જતા ઝડપાયેલા આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે.
હાલ તો બી ડિવિઝન પોલીસે બંને લોકો સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરી એક ફોર વ્હીલર ગાડી તેમજ બંનેની ધરપકડ કરી અન્ય કેટલી જગ્યાએ ખોટી ઓળખ આપી રૂપિયાની ઉઘરાણી કરી છે તે અંગેનો ભેદ ઉકેલવા માટે રિમાન્ડની તજવીજ આરંભી છે.