ભરૂચના ભઠીયારવાડ વિસ્તારમાં ગૌમાંસ વેચતા ૬ ઝડપાયા : ૮૬૦ ગૌમાંસનો જથ્થો પોલીસે જપ્ત કર્યો.

Published on BNI NEWS 2022-06-23 12:21:34

    • 23-06-2022
    • 329 Views

    ભરૂચ શહેરના ભઠીયારવાડ કસાઈ વાડમાં ગેરકાયદેસર ગૌવંશની કતલ કરી વેચાણ કરતા કસાઈઓનો પર્દાફાશ કરી પોલીસે વિપુલ પ્રમાણમાં ગૌમાંસનો જથ્થો કબ્જે કરી ૬ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
    ભરૂચ શહેરના ભઠીયારવાડ કસાઈ વાડમાં કેટલાક કસાઈ ઓ ગૌમાંસનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડાને પગલે વિસ્તારમાં નાસ ભાગ મચી જવા પામી હતી.પોલીસે ભઠીયારવાડમાં રહેતા કસાઈ સાદ્દીક કુરેશી પાસેથી ૪૦ કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું.જયારે ઉવેશ ઉસ્માન કુરેશી પાસેથી ૯૦ કિલો,અનવર હુસેન ઈબ્રાહિમ કુરેશી પાસેથી ૧૦ કિલો, ઈમરાન નાઝીમ કુરેશી પાસેથી ૯૦ કિલો અને અલ્લારખાં નુરમહંમદ કુરેશી પાસેથી ૮૦ કિલો તેમજ રજા મસ્જિદ પાસે જાહેરમાં કેરેટ માંથી બિનવારસી ૨૦ કિલો,મુર્તુઝ કુરેશી પાસેથી ૫૩૦ મળી કુલ ૮૬૦ કિલો ગૌમાંસનો જથ્થો કબ્જે કરી તેના સેમ્પલ લઈ એફ.એસ.એલમાં મોકલ્યા હતા.જેમાં આ તમામ જથ્થો ગૌમાંસ હોવાનો અભિપ્રાય આવતા બી ડિવિઝન પોલીસે ૬ કસાઈ ઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથધરી છે.