અંકલેશ્વર જીઆઈડીસીની આર.સી.એલ કોલોનીમાં તસ્કરોનો હાથફેરો : લોખંડની ગ્રીલ તોડી ૯૩ હજાર ઉપરાંતની ચોરી કરી ફરાર.

Published on BNI NEWS 2022-06-21 19:33:18

    • 21-06-2022
    • 269 Views

    તસ્કરો લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી ૭૮ હજાર ના સોના ના ઘરેણાં તેમજ અન્ય ૧૨ હજાર ચાંદી ના દાગીના મળી કુલ ૯૩ હજાર ઉપરાંત ની મત્તાનો ચોરી કરી ફરાર થઈ ગયા.
    અંકલેશ્વર જીઆઈ ડીસી આર.સી.એલ કોલોની માં તસ્કરો નો ૯૩ હજારની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા.તસ્કરો લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી ૭૮ હજાર ના સોના ના ઘરેણાં તેમજ અન્ય ૧૨ હજાર ચાંદી ના દાગીના મળી કુલ ૯૩ હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. 
    અંકલેશ્વર જીઆઈડીસી ૫૦૦ ક્વાટર્સ ખાતે આવેલ આર.સી.એલ ૨૨ ના મકાન નંબર ૨ માં રહેતા પ્રીતિ કિરણભાઈ વાળા વહેલી સવારે મુંબઈ થી તેમના માતૃશ્રી આવી રહ્યા હતા તેવો સમાન લેવા માટે ટેમ્પો લઈ ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજા નો નકુચા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને અંદર રહેલ લોખંડ ની તિજોરી તોડી અંદર રહેલા સોના દાગીના રૂપિયા રૂપિયા ૭૮.૨૯૦ રુપયાના તેમજ ચાંદી ના ઘરેણાં અને રોકડ મળી ૯૩ હજાર રૂપિયા ઉપરાંત ની મત્તા પર ફેરો કરી ફરાર થઈ ગયા હતા.તેવો ધરે પરત ફરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.આ અંગે તેઓ દ્વારા જીઆઈ ડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો એન ડોગ સ્કોર્ડ એફ.એસ.એલ અને ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટની મદદ થી વધુ તપાસ આરંભી હતી.તેમજ પ્રીતિબેન વાળાની ફરિયાદન આધારે ગુનો નોંધી તપાસનો દૌર શરૂ કર્યો હતો.