- 20-06-2022
- 256 Views
જંબુસરના પિલુદરા ગામે રહેણાંક મકાન માંથી ૪.૭૬ લાખના મુદ્દામાલની ચોરી.
Published on BNI NEWS 2022-06-20 12:10:39
(પ્રતિનિધિ : સંજ્ય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના પિલુદરા ગામે રાત્રીના સમયે રહેણાંક મકાનમાં નિશાચરોએ તેને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રૂપિયા મળી કુલ
૪,૭૬,૮૦૦ ના મુદ્દામાલની ચોરી કરી નિશાચરો
ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
વેડચ પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર પિલુદરા ગામે રહેતા રાજેન્દ્રભાઈ ભીમસગભાઈ પઢિયારનું પરિવાર મીઠી નિંદર માણી રહ્યું હતું.ત્યારે કોઈ નિશાચરોએ ઘરના આગળના દરવાજામાંથી પ્રવેશ કરી લાકડાની અલામારીમાં
રાખેલ નાની પેટીમાંથી લોકરની ચાવી વડે અલમારીના લોકરનો દરવાજો ખોલી લોકર માં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા દશ હજાર મળી કુલ રૂપિયા ૪,૭૬,૮૦૦ નો મુદ્દામાલ લઈ ચોરો ભાગી છૂટવામાં સફળ થયા હતા.ઉપરોક્ત બનાવ અંગે રાજેન્દ્રભાઈ ભીમસગ ભાઈ પઢિયારે વેડચ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની ફરિયાદ આપતા પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.