- 19-06-2022
- 269 Views
સગીરાનું અપહરણ કરનાર આરોપીને નેત્રંગ પોલીસે સુરતના ઉધના માંથી ઝડપી પાડ્યો.@
Published on BNI NEWS 2022-06-19 19:04:02
નેત્રંગ પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં પોલીસ પકડથી નાસતા-ફરતા આરોપીને સુરતના ઉધના માંથી નેત્રંગ પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ૨ જી જૂનના રોજ નેત્રંગ પોલીસ મથકમાં એક સગીર બાળાના અપહરણ અંગેનો ગુનો નોંધાયો હતો.જેમાં આરોપીએ ફરિયાદીની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપીને પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો.આ અંગે ફરિયાદએ નેત્રંગ પોલીસ મથકમાં ગુનો નોંધાવેલો હતો.સદર મામલે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ તથા વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ આરોપી ઈસમ તેમજ અપહરણ થયેલી બાળાને વહેલી તકે શોધી કાઢવા સુચના આપી હતી.જેના અનુસંધાને સી.પી.આઈ. બી.એમ.રાઠવા તથા પી.એસ.આઈ એન.જી.પાંચાણીના માર્ગદર્શન હેઠળ હ્યુમન ઈટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે વધુ તપાસ કરતા હકીકત મળી હતી કે,આ ગુનાનો આરોપી સગીર બાળાને લઈ હાલ સુરતના ઉધના વિસ્તારમાં કોઈ જગ્યાએ રહે છે.પોલીસને મળેલી માહિતીના આધારે પીએસઆઈ એન.જી.પાંચાણી ટીમ સાથે તાત્કાલિક સુરત ખાતે રવાના થઈ હતી. પોલીસે સુરતના ઉધના વિસ્તારમાં પહોંચી સગીરાને લઈને નાસતા ફરતા આરોપી સરભા જનક જેન્તીભાઈ વસાવા રહે.જોલી તા.નેત્રંગને ઝડપી પાડીને અપહરણ થયેલી સગીરાને મુક્ત કરાવીને કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથધરી છે.