ઘનશેરા ચેકપોસ્ટ ખાતે ગાડીમાં ૭૧.૭૨૫ કિલો અફીણના પોષ ડોડાના મુદ્દામાલ પ્રકરણમા બે આરોપીઓને ૧૦-૧૦ વર્ષની સજા.

Published on BNI NEWS 2022-06-19 00:36:05

  • 19-06-2022
  • 262 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  બન્ને આરોપીઓ બાબુલાલ વિશનોઈ તથા રમેશભાઈ વિશનોઈ બંનેને રૂા.૧,૦૦,૦૦૦ નો દંડ.
  ઘનશેરા ચેકપોસ્ટ સાગબારા ખાતે પ્રોહીબીશન અંગે નાકાબંધીમા હતા.તે દરમ્યાન પી.એસ.આઈ વાય એસ. શીરસાઠ તથા એસ.ઓ.જી શાખાના પી.એસ.આઈ એચ.જી.ભરવાડને ધનશેરા ચેકપોસ્ટ ખાતે વાહન ચેંકીંગ દરમ્યાન ટાટા ઈન્ડીગો ગાડી નંબર એમએચ ૩૦ એલ ૯૫૪૪ વાલી ગાડી લઈને આ કામના આરોપીઓ વિન અધિકૃત રીતે આંતર રાજયમાં હેરા ફેરી કરી ગુજરાત રાજયમાં લઈ આવતા નાકાબંધી વાહનના ચેંકીંગ દરમ્યાન અફીણના પોષ ડોડાનુ કુલ વજન ૭૧ કિલો ૭૨૫ ગ્રામના રૂા.૨,૧૫,૧૭૫ ના સાથે મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ.આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટ એન.એસ.સીદ્દીકીની કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે આરોપીઓને સુ૨વા૨ ઠેરવી દરેકને ૧૦ વર્ષની સખત કેદ તથા રૂા.૧,૦૦,૦૦૦ નો દંડની સજા ફટકારતા પંથકમાં ચકચાર જાગી છે.
  આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટ  એન.એસ.સીદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી એન.ડી.પી.એસ એકટની કલમ ૮(સી), ૨૦એ,બી, ૨૯ મુજબ આરોપીઓ બાબુલાલ પ્રેમારામજી વિશનો તથા રમેશભાઈ હમારામ વિશનોઈ (મુળ રહે.બગોડા,
  જિ. જાલોર) ના દરેક ને ૧૦ વર્ષની સજા અને રૂા.૧,૦૦,૦૦૦ દંડ ફટકારતા પંથકમાં ભારે ચકચાર જાગી છે.