ભરૂચ માંથી BNI નો પાયો નાંખવાનું ત્રણ યુવા સક્રિય પત્રકારો એ સ્વપ્નું જોયું અને તેને સાકાર કરવાનું નક્કી કર્યું.

મહર્ષિ ભૃગુ કે જેમના નામ પર થી ભરૂચ શહેર નું નામ પડ્યું છે.મહર્ષિ ભ્રુગુકુળ ના આદિ પુરૂષ છે.આ સૃષ્ટી ની ઉત્પતિ થઇ તે પહેલા સાત મહર્ષિઓ તથ ચાર મુનીઓ કે જેમના થી બધી પ્રજા ઉત્પન્ન થઇછે.જે બ્રહ્મા,વિષ્ણુ,મહેશ ની ત્રણ દેવો ની પરીક્ષા ભૃગુ એ લીધી હતી.ત્રીકાળજ્ઞાની વેદ ના જાણકાર અને ભૃગુ સહિંતા ના રચયિતા હતા.મૂળ ભૃગુસહિંતા ફૂટ પટા જેવા આકાર ના તાડપત્ર કે ભોજપત્ર પરલખાયેલ છે.

ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ એટલે કે ભરૂચ વિષે આવાજ શબ્દો 15 વર્ષ પેહલા ઉચ્ચારવામાં આવતા હતા! પણ હવે નહિ? આના પાછળ ભરૂચ નો હરણફાળ વિકાસ છે.

જો ભરૂચ વિષે વાત કરવા માં આવે તો પેહલું નામ ભૃગુઋષિ નું આવે .ભરૂચ ના સ્થાપક તરીકે ભૃગુઋષિ ને માનવામાં આવે છે. અને તેમના પછી દેશ ની સૌથી વધુ પવિત્ર કે જેના સ્પર્સ થી દરેક નાપાપ દુર થાય છે એવી માં નર્મદા એટલે કે રેવા નદી ના પગલે આજે ભરૂચ નો ઈતિહાસ બુલંદ છે.

ભરૂચ નો ઉલ્લેખ વર્ષો પુરાણા ગ્રંથ વિષ્ણુ પુરાણ માં કરવામાં આવ્યો છે.અહીં નર્મદા નદી ના તટે દશાશ્વમેઘ ઘાટ પણ આવેલ છે બલીરાજા એ ત્રણે લોક્પર વિજય મેળવવા માટે કરેલા અશ્વમેઘ યજ્ઞ વખતે ત્રણે દેવ લોક માં હાહાકાર મચી જતાં સમસ્ત દેવો વિષ્ણુ ભગવાન ના શરણે ગયા હતા જેને કારણે વિષ્ણુ ભગવાને વામન રૂપ ધારણ કરી ત્રણ પગલા માં બલીરાજા પાસે થી બધું જ પાછું મેળવી લીધું હતું જેનો ઉલ્લેખ પણ વિષ્ણુ પુરાણ માં કરવામાં આવ્યો છે તે દશાશ્વમેઘ ઘાટ ભરૂચ ની નર્મદા નદી ના તટે આજે પણ છે.

તે સમયે ગુજરાત નું સૌથી મોટુ બંદર ગણાતું ભરૂચ માં આવેલ ફુરજા બંદર હતું.જ્યાં ગ્રીક્દેશ,પોર્ટુગર્લ,બ્રિટન અને અરબ દેશો ના વેપારીઓ આ બંદર પર આવતાં હતા તેનો પણ ઉલ્લેખ ઇતિહાસો નાપાના માં જોવા મળે છે.

ભરૂચ ના ઈતિહાસ ને વિશ્વ માં ઉજાગર કરવા માટે ભરૂચ શહેર અને જીલ્લા ના નામાંકિત દૈનિક અને સાપ્તાહિક અખબારો,સ્થાનીક ટીવી ચેનલો માં ભરૂચ ના વરિષ્ઠ પત્રકારો અને લેખકો દ્વારા ભરૂચ નાભવ્ય ઈતિહાસ ને ટકાવી રાખવા માટે ઘણા પ્રયાસો કર્યાં હતા તે ખરેખર પ્રશંસા ને પાત્ર છે.

હવે આજ બીડુ ઉપાડવાનું કામ ભરૂચ ના ત્રણ સક્રિય પત્રકારો એ કર્યું છે.આ ત્રણે મિત્રો ને વિચાર આવ્યો કે કેમ આપણે ભરૂચ ના ઈતિહાસ ને વેબ ઉપર મૂકી તેનો પરિચય સમગ્ર દુનિયા ના લોકો સમક્ષ મુકીએ?આ વિચારેલા સ્વપ્ન ને સાકાર કરવા માટે ત્રણેય મિત્રો સચિન પટેલ ,હરેશ પુરોહિત અને વિરલ રાણા એ મહેનત શરૂ કરી અને www.bninews.co નામની વેબ પોર્ટલ બનાવવી અને અમારી વેબ પોર્ટલ ને ૨૨- ફેબ્રુઆરી ૨૦૧૫ ના રોજ ભરૂચ ના ભવ્ય ઈતિહાસ અને ભરૂચ જીલ્લા માં બનતી નાની-મોટી અને પોઝીટીવ-નેગેટીવઘટના ઓ ને કેમેરે કંડારી ને તેણે ભૃગુ ન્યુઝ ઇન્ફોમેશન (WWW.BNINEWS.CO) નામે વેબ પોર્ટલ પર દુનિયા સમક્ષ મૂકી દીધી અને આજે તે BNI ના નામે વિખ્યાત બની છે.ત્રણેય મિત્રો ના આ નાના પ્રયાસેઆજે ભરૂચ જીલ્લા ના ઈતિહાસ ને દુનિયા સમક્ષ મૂકતા અને રોજ બરોજ બનતી ઘટના ને FACEBOOK,TWITTER,LINKEDIN,GOOGLE+ અને WHATSSAP GROUP પર શેર કરી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

Keep in Touch
  • Shiv Traders, Garden Shopping Center, Panchbatti, Bharuch-392001, Gujarat, India.
  • +91 76000 43903 | +91 99987 95001
  • 02642 220399
  • bninewsbharuch@gmail.com
  • patelsachin906@gmial.com
  • Visitor :
© 2015 - 17 BNI News - Powered by ZPlus Solution